વલસાડ-નવસારી, મંગળવાર વલસાડ જિલ્લામાં મંગળવારે સવારે ૨.૫ તિવ્રતાનો Earthquakeનો આંચકો આવતાં હાઈરાઈઝડ બિલ્ડિંગોમાં અસર જોવાં મળતાં લોકો ભયભીત થયાં હતાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધરમપુર તાલુકાની બોર્ડરનું નવસારી જિલ્લાના વાંસદાનું મોળાઆંબા ગામે નોંધાયું હોવાનું ડિઝાસ્ટર વિભાગે જણાવ્યુ છે. વાસંદા તાલુકાના ગામોમાં પણ કંપન અનુભવાયું હતું.

૨.૫ની તિવ્રતાના આંચકાનો હાઈરાઈઝ ઈમારતોના લોકોને જ અનુભવ થયોઃ મહારાષ્ટ્રની બોર્ડરના ગામોમાં પણ અસર

વલસાડ ખાતે મંગળવારે સવારે Earthquakeના આંચકાનો હાઈરાઈઝ ઇમારતોમાં રહેતા લોકોએ અનુભવ કર્યો હતો. ભૂકંપની અસર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને પહેલાં તો શું થયું છે? તે બાબતે ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ ઘણા બિલ્ડિંગોમાંથી ભૂકંપનાં આંચકા અનુભવાયા હોવાની જાણ થતા સ્થાનિક લોકો અને મીડિયાએ તાત્કાલિક ડિઝાસ્ટર વિભાગની ટીમને જાણ કરી હતી.

વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે તપાસ કરતા ૨.૫ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। હોવાનું અને તેનું એપી સેન્ટર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની બોર્ડર પર આવેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું મોળાઆંબા ગામમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભૂકંપના આંચકાનો અનુભવ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારો તેમજ મહારાષ્ટ્રની સરહદનાં ગામોનાં લોકોને થયો હોવાનું જાણવા મળ્યું હતું. ભૂસ્તરશાસ્ત્રીના જણાવ્યા મુજબ વાંસદા તાલુકામાં બે ડેમો જુજ અને કેલીયા આવેલા છે, જે છલોછલ ભરાય જાય છે અને ઓવરફૂલો થાય છે, ડેમમાં પાણી પાણી ભરાવાથી નીચે જમીનમાં હલનચલન થવાથી ભૂકંપના આંચકા અનુભવાય છે.