મોટી પાનેલીની એક દીકરીએ military તાલીમ હાંસલ કરીને બાંગલા દેશની સરહદ પર પોસ્ટિંગ મેળવ્યું છે. આ દીકરી વતનમાં આવી પહોંચતા તેનું સ્ટેશન પર સ્વાગત કરીને નગરયાત્રા યોજી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી પાનેલીની તમામ સંસ્થાના હોદેદારો અને નગરજનો હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન પર પહોંચતા જ ફુલહારથી સ્વાગત કરી ખુલ્લી જીપમાં બેસાડી ડીજેના તાલે નગર યાત્રા કરાવી શાલ ઓઢાડી સન્માનપત્ર અપાયું

મોટી પાનેલીના વતની મહેશભાઈ, પી.દેવમૂરારીની દીકરી કુસુમબેન દેવમુરારીની militaryમાં પસંદગી થતાં તેને જુદી જુદી તાલીમ આપવામાં આવી હતી. એ બધી તાલીમ સફળતા પૂર્વક પાર કરી હતી. એ પછી અને નિયમિત પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. હાલ તેને બાંગલા દેશની સરહદ પર ડીપ્લોય કરવામાં આવેલા છે.

આ બહેન અહીં વતનમાં રજા લઈને આવતાં સૌ રેલવે સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા. એ આવતા જ બધાએ એમને પુષ્પહાર પહેરાવી નગરના બસસ્ટેન્ડ ચોકથી ત્રિરંગા સાથે નગરયાત્રા યોજવામાં આવી હતી. એમાં ખુલ્લી જીપમાં બેસાડી જુદા જુદા મુખ્ય માર્ગોએ થઈને કે. જે પટલ હાઈસ્કૂલના મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળે ગામના આગેવાનોની હાજરીમાં શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ. આ તકે કુસુમબેને જણાવ્યું હતું કે દેશના કાજે મહિલાઓએ પણ લશ્કરમાં જોડાવું જોઈએ.