Saurashtra યુનિ. સાથે સંલગ્ન કોલેજોમાં દિવાળી વેકેશન પુરૂ થયા બાદ તા. ૧૯ નવે.થી પ્રથમ સત્રની પરીક્ષાનો પ્રારંભ થશે. જુદા જુદા ૧૨૭ પરીક્ષા કેન્દ્રો ઉપર દિવસ દરમિયાન બે સત્રમાં પરીક્ષા લેવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રોને ઓનલાઈન કયુપીડીએસ પધ્ધતિથી પ્રશ્નપેપર ઓનલાઈન મોકલવામાં આવશે. સવારનાં સત્રમાં આર્ટસ સાયનસ્ અને લો જયારે બપોરના સત્રમાં કોમર્સ મેનેજમેન્ટ સહિતનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

જુદા જુદા ૩૬ વિષયોની પ્રથમ સત્રની પરીક્ષા સસીવી કેમેરાના આધારે કેન્દ્રોનું મોનિટરિંગ થશે

Saurashtra યુનિ.નાં ૫ રીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષાનાં | આયોજન મુજબ આર્ટસ વિદ્યાશાખામાં બીએ, બીએસડબલ્યુત્થા એમએસડબલ્યુનાં અને એમએના સમે-૩ની પરીક્ષા જયારે સાયન્મ્યાં બીએસસી સેમ-૫ની પરીક્ષા લેવાશે. કોમર્સમાં બિકોમ અને એમકોમની અનુક્રમે સેમે-પમીને ૩ ની રેગ્યુલર અને એકસટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. કાયદા વિદ્યાશાખામાં એલએલબીની સેમ-પની જયારે હોમસાયન્સમાં બીએસસી સેમે-પપરફોર્મીંગ આર્ટસ રૂરલ સ્ટડીઝ અને એજયુકેશન વિદ્યાશાખા સહિતની પરીક્ષા લેવામાં આવશે.

સીસીટીવી કેમેરાનાં આધારે પરીક્ષા કેન્દ્રોનું મોનીટરીંગ કરવીમાં આવશે. કુલ ૩૬ વિષયોની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. તા.૨૮નવે. સુધીકોલેજોમાં પરીક્ષા લેવામાંઆવશે.દરવર્ષ કરતાં આવર્ષે જીકાસદ્વારા એડમિશનની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાને લીધે કોલેજમાં પ્રથમ શૈક્ષણિક સત્ર મોટુ શરૂ થતાં દિવાળી પહેલાં લેવાનીપટ્રથમસત્રની પરીક્ષા આ વર્ષે દિવાળી વેકેશન પછી લેવામાં આવી રહી છે.