તાલાલાના ઘુંસીયા ગીર ગામના વયોવૃધ્ધ શરણાઈ વાદક કલાકાર Dhari ખાતે લગ્ન પ્રસંગે શરણાઈના સૂર રેલાવી રહ્યા હતાં. ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવી જતા તેમનું નિધન થતા અરેરાટી વ્યાપી છે.
ઘુસીયા ગીરના શરણાઈ વાદકનું નિધન થતાં ગમગીની
તાલાલા તાલુકાનાં ધુંસિયા ગીર ગામના શરણાઈ વાદક સૌદુભાઈ ઉકાભાઈ સોલંકી મીરરાજા ઉ.વ.૭૦ને શરણાઈ વગાડતી વખતે હાર્ટએટેક આવતા તેમનું નિધનથતા ગમગીની ફેલાઈ છે. સિદુભાઈ વર્ષોથી ધાર્મકિ, શુભ અને લગ્નના માંગલિક પ્રસંગોમાં વર્ષોથી ઉમદા શરણાઈ સુર પ્રસરાવી સર્વ સમાજમાં લોકચાહના પ્રાપ્ત કરી હતી.
Dhari ખાતે લગ્નના માંગલિક પ્રસંગમાં શરણાઈ વગાડવા ગયા હતાં. ત્યાં શરણાઈના સૂર રેલાવતા રેલાવતા અચાનક તેમને હાર્ટએટેક આવતા જન્નત નસીન થઈ ગયા હતાં. ઘુસિયા ગીર ગામનો શરણાઈ સૂર ઠપ્પ થઈ જતા ઉમદા શરણાઈનાં સુર નોંધારા અને ઝાંખા પડી ગયા હતા. આબનાવથી સમસ્ત ઘુસિયા ગીર ગામે ગમગીની વ્યાપી ગઈ હતી.