Valsad: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના સમાચાર આવતા રહે છે. ત્યારે હવે વલસાડની ધરા ધ્રુજી છે. દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે.

નોંધનીય છે કે, વલસાડથી 44 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. જોક, હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાતે 8.18 વાગ્યે કચ્છના રાપરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. જેમા મળતી માહિતી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ છે.