Gujarat Winter: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, મોરબી, નર્મદા અને અન્ય જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.
તેમજ Gujarat ના બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમરેલી, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, કચ્છ, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ઠંડીને લઈને હવામાન વિભાગ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી Gujarat માં ઠંડીનો પ્રારંભ થઈ શકે છે. આ સાથે 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં સવારનું તાપમાન 15 ડિગ્રી રહી શકે છે.
ગુજરાતમાં ઠંડી વધવાની આશંકા છે
આ ઉપરાંત 22, 23 અને 24 નવેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની પણ શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં 22, 23 અને 24 તારીખે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ચક્રવાતની સંભાવના છે. 29 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે રહી શકે છે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.