Dwarkaથી સોમનાથ સુધીનો હાઈ-વે હરિયાળો અને રળિયામણો બનશે. ૪૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ વૃક્ષોનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેનો ઉછેર કરાશે.
Dwarka: ત્રણ વર્ષ સુધી માવજત કરી વૃક્ષોનો ઉછેર કરાશે
દેવભૂમિ દ્વારકાથી સોમનાથ સુધીના આશરે ૨૫૦ કિલોમીટર જેટલા વિશાળ નેશનલ | હાઈ-વેને વિશાળ અને મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને રળિયામણો બનાવવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાથી સોમનાથ વચ્ચેનો હાઈ-વેમાર્ગ ખૂબ જ રમણીય અને દરિયા કિનારો ધરાવતો રસ્તો હોય,| અહીંથી પસાર થતા મોટી સંખ્યામાં વાહન ચાલકો દરિયા સાથેના રસ્તાની સુંદરતાને માણે છે. આ નેશનલ હાઈવેને વધુ હરિયાણો અને રળિયામણો બનાવવાનું આયોજન કર્યું છે.
રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ તથા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાજ્ય સરકારના વનઅને પર્યાવરણ વિભાગ દ્વારા આ માર્ગ પર વિશાળ વૃક્ષોના રોપાઓ વાવવા તેમજ તેનો ઉછેર કરાશે. દ્વારકાથી સોમનાથ સુધીના નેશનલ હાઈ- વેની બંને તરફ ૪૦,૦૦૦ ઘટાદાર વૃક્ષના છોળોનું વૃક્ષારોપણ કરીને ત્રણ વર્ષ સુધી તેની માવજત તથા ઉછેર કરવામાં આવશે. ત્રણ વર્ષ પછી આ તમામ વૃક્ષો મોટા થતા સમગ્ર માર્ગ ઘટાદાર વૃક્ષોથી છવાઈ જશે