Vapi: ઉમરગામ જીઆઈડીસીમાંથી ઝડપાયેલા રૂ.૨૫ કરોડના ૧૭ કિલો એમડી ડ્રગ્સ પ્રકરણમાં મિડલમેન (વચેટીયા)ની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા વચેટીયાએ ડ્રગ્સ માટે ગાળો ભાડે રાખનારાઓ અને ડ્રગ્સ તૈયાર કરવા ઓર્ડર આપનારાઓ વચ્ચે સંપર્ક કરાવ્યો હતો. અત્યારસુધી આ મામલે સુત્રધાર સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Vapi: ડ્રગ્સ બનાવનારા અને મંગાવનારા વચ્ચે મુલાકાત કરાવી આપનારને પોલીસે ઝડપી લેતા હવે કૌભાંડના મૂળ સુધી પહોંચાશે

ઉમરગામ જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં ભાડે ગાળો રાખી સૌરભ ક્રિએશન નામથી શરૂ કરાયેલી કંપનીમાં ગત ઓક્ટોબર મહિનામાં ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ), સીઆઈડી ક્રાઈમ તેમજ નાર્કોટીક્સ સેલ દ્વારા સંયુક્ત રીતે પાડેલા દરોડામાં રૂ.૨૫ કરોડની કિંમતનું ૧૭.૩૩ કિલો જેટલું એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ઝડપાયું હતું. દરોડા દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં સુપરવાઈઝર વિક્રાંત વિજય પટેલ, બે કામદારો કલ્પેશ દોડિયા અને અજય મહતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાળો ભાડે રાખી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરનારા સુત્રધાર સંજીવ ઉર્ફે સંજુ કિશનભાઈ પટેલ (રહે. વલસાડ)ની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમે એમડી ડ્રગ્સ મંગાવનાર શખ્સોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં ( ડ્રગ્સ મંગાવનારા અને ડ્રગ્સ તૈયાર કરી આપનારા શખ્સો વચ્ચે મિડલમેન (વચેટીયા)ની ભુમિકા ભજવનારા શખ્સની ગુરૂવારે ધરપકડ કરી છે.

મેફેડ્રોન ડ્રગ્સના ધંધાર્થી સહિત કુલ પાંચ શખ્સો પકડાયા

સરીગામનો જ સ્થાનિક રહેવાસી એવા ૪૨ વર્ષના શખ્સે ડ્રગ્સ મંગાવનારા અને કા સંજીવ કિશન પટેલનો મેળાપ કરાવી કરોડોની કિંમતનું ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કરાવ્યું હતું. આજે મિડલમેન એવા સરીગામના શખ્સને ઉમરગામ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે :- આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી આપ્યો છે. મિડલમેનની ધરપકડ થતાં ડ્રગ્સ મા મંગાવનારા મુખ્ય સુત્રધાર સુધી પહોંચી [5 શકવાની શક્યતાઓ વધી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે.