Surat: એસઓજીએ ગત એપ્રિલ મહિનામાં રામપુરામાં રૂ.૧ કરોડનું એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ મંગાવી સુરતમાં વૈચવાના નેટવર્કનો પદાફાશ કયી હતો.આ નેટવર્કેના મુખ્ય સપ્લાયરને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ ખાતેથી ઝડપી લીધો છે.
Surat: એપ્રિલમાં ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં માહીમના હસન ઉર્ફે હસન બાબા શેખનું નામ ખુલ્યું હતું
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત જ થતી વિગતો મુજબ સુરત શહેર એસઓજી અને પીસીબીએ ગત એપ્રિલ મહિનાના અંતમાં સુરતના રામપુરા લાલમીયા મસ્જીદ સામે મદ્રેસા ઇસ્માલીયા સૂફીબાગ પાસેથી રૂ.૧ કરોડનું ઉચ્ચ ક્વોલીટીનું એમ.ડી.ડ્રગ્સ ઝડપી પાડી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ મંગાવી સુરતમાં વેચવાના નેટવર્કનો પદાફાશ કયી હતો.એસઓજીએ રૂ. ૧ કરોડનું એમ.ડી. ડ્રગ્સ મંગાવનાર કાસીફર્ન ઉત્તરપદેશથી ઝડપી લીધા બાદ મુંબઈથી એમ.ડી. ડ્રગ્સ મંગાવી સુરતમાં વેચવાના નેટવર્કને ભેદી મુંબઈના સપ્લાયર, તેના સાગરીત ઉપરાંત કાસીફના કહેવાથી મુંબઈ ડ્રગ્સ લેવા જતા સુરતના યાર્નના વેપારી, ફનીચર બનાવતા યુવાન તેમજ સુરતમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા યુવાનને પણ ઝડપી લીધા હતા.
તમામની પુછપરછમાં મુખ્ય સપ્લાયર તરીકે મુંબઈના હસન ઉર્ફે હસન બાબા શેખનું નામ જાણવા મળ્યું હતું. પોલીસે તેની શોધખોળ કરી હતી. પણ તે મળતો નહોતો.દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હસન મુંબઈના કોપરખેરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે.આથી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે મુંબઈ પહોંચી હસન ઉર્ફે હસન બાબા હારુન શેખ ( ઉ.વ.૩૦, રહે.રૂમ નં.૭૬, સ્ટાર હટમન સોસાયટી, લોહાર ચાલ, બી.એમ.સી કોલોની સામે, માહીમ ( વેસ્ટ), મુંબઈ. મૂળ રહે.રાયબરેલી, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડી તેનો કબજો લાલગેટ પોલીસને સોંપ્યો છે.