Vadodara: વડોદરામાં કાર્યરત મરાઠી વાંગ્મય પરિષદ દ્વારા તા.૧૬ અને ૧૭ નવેમ્બર બે દિવસ દરમિયાન અખિલ ભારતીય મરાઠી સાહિત્ય મહામંડળના ૬૨માં સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરાયુ છે. આ ઉજવણી પ્રો.માણિકરાવ અખાડા, જુમ્માદાદા વ્યાયામ મંદિર ખાતે કરવામાં આવશે તેમ પરિષદના સેક્રેટર સંજય બચ્છાવે કહ્યું હતું.
Vadodara: વિશ્વાસ પાટીલ સહિત મહારાષ્ટ્રના જાણીતા સાહિત્યકારો અને કવિઓ બે દિવસની ઉજવણીમાં હાજરી આપશે
મરાઠી સાહિત્યના જાણીતા નવલકથા | લેખક અને ૪૦થી વધુ યુ એવોર્ડ ૨ મેળવી ચુકેલા વિશ્વાસ પાટિલ આ બે દિવસના કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. તા.૧૬ નવેમ્બર શનિવારે બપોરે ૨ કલાકે ભારતીય મરાઠી સાહિત્ય મહામંડળના અધ્યક્ષા પ્રા.ઉષા તાંબેની ઉપસ્થિતિમાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ સમારંભનું | ઉદ્ઘાટન કરશે. બીજુ સત્ર પુણેના રાજન ખાનની અધ્યક્ષતામાં યોજાશે જેમાં મહારાષ્ટ્રથી આવેલા મરાઠી સાહિત્યકારો ઉપસ્થિત રહશે. સાંજે નાશિકના મરાઠી કવિ સંજય ચૌધરીની સાથે સ્થાનિક કવિઓનું સંમેલન યોજાશે. બીજા દિવસે રવિવારે વિવિધ મરાઠી સાહિત્યકારોના પરિસંવાદનું આયોજન કરાયુ છે. જેના અધ્યક્ષસ્થાને છત્રપતી સંભાજીનગરના સાહિત્યકાર ડો.દાસુ વૈદ્ય રહેશે.