Vadodara ગુરૂવાર વડોદરા કોપીરેશનના જેટ મશીનમાંથી ડીઝલ કાઢી લેવાના કૌભાંડને પોલીસે ઝડપી પાડી કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવર અને ડીઝલ ખરીદનારની અટકાયત કરી છે. બે મહિનાથી લીટરે રૂ.૬૦ના ભાવે ડીઝલ વેચતો હતો,ડીઝલ ખરીદનાર હસન પણ પકડાયોઃ ૧૮ લાખનો મુદ્દામાલ કબજે

Vadodara: કોપીરેશનના જેટ મશીનનો ડ્રાઇવર છેલ્લા કેટલાક સમયથી ડીઝલ ચોરીને ત્રાહિત વ્યક્તિને વેચતો હોવાની વિગતો મળતાં એસઓજી પોલીસે ગઇરાતે વોચ રાખી ફતેપુરાના પેટ્રોલ પંપ નજીક આવેલા કટારીયા ટ્રાન્સપોર્ટ ના ગોડાઉન પાસેથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપી પાડયું હતું.

પોલીસે જેટ મશીન, ડીઝલ કાઢવા નાંખેલી પાઈપ, પાંચ કારબા, ડીઝલની હેરાફેરી કરવા માટે થ્રી વ્હીલ ટેમ્પો અને બોલેરો મળી કુલ રૂ.૧૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર આરિફઅલી | આસિફઅલી કાદરી (આફરીન ફ્લેટ પાસે, સુએઝ પંપ નજીક, યાકુતપુરા) અને ડીઝલ ખરીદતા હસનમીયા ઈસુબમીયા શેખ (મીનારા કોમ્પ્લેક્સ અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર આરિફઅલી છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યુરિટીઝ સર્વિસમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાની અને ત્યાર પહેલાં અગાઉના કોન્ટ્રાક્ટમાં સાત વર્ષ સુધી કામ કર્યું હોવાની વિગતો ખૂલી હતી.

છેલ્લા બે મહિનાથી દર બે-ત્રણ દિવસે એક વખત ૩૦ થી ૪૦ લીટર જેટલું ડીઝલ ચોરીને રૂ.૬૦ ના ભાવે વેચી દેતો હતો.કુંભારવાડા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો હતો.