Surat: ૨૦૨૫ સુધીમાં સુરત પાલિકાના તમામ બસ સીટી બસ હોય તેવું આયોજન થઈ રહ્યું છે. જેમાં વધુ ૫૦૦ ઈ બસનો ઉમેરો થાય તે માટે પાલિકાએ પ્રેઝન્ટેશન કર્યું હતું. ત્યાર બાદ વધુ ૫૦૦ ઈ બસ માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

પી.એમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ પસંદ થયેલા ૯ સીટીમાં Suratનો સમાવેશઃ બસ દોડાવવાની ક્ષમતાનું પ્રેઝન્ટેશન થયું | ઉપરાંત ઇંધણની બચત પણ થઈ રહી

Suratની સીટી અને બીઆરટીએસ બસમાં પતિ રોજ ત્રણ લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સુરત પાલિકાએ સીટી અને બીઆરટીએસ બસ માટે કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તમામ ડીઝલ બસ દોડતી હતી. જેના કારણે પર્યાવરણની જાળવણી સામે પડકાર થતાં સુરત પાલિકાએ સરકારની વિવિધ યોજના નો લાભ લઈ સુરતમાં ઇલેક્ટ્રિક બસ શરુ કરી છે. અત્યાર સુધીમાં સુરતમાં રોડ પર ૪૫૦ ઈ બસ દોડી રહી છે.

પાલિકા પર્યાવરણની જાળવણી માટે સામૂહિક પરિવહન સેવા માંથી ડીઝલ બસ તબક્કાવાર દુર કરી રહી છે ઈ- વાહનોને કારણે પર્યાવરણની જાળવણી હોય, રાજય અને કેન્દ્ર સરકારો મનપાને ઈ-બસ માટે ગ્રાન્ટ પણ આપી રહી છે. ઇ-બસની વધી રહેલી માંગને ધ્યાને રાખી હવે ઈ-બસની ખરીદી કેન્દ્ર સરકારની એજન્સી મારફત થઈ રહી છે. પી.એમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ પસંદ થયેલા ૯ સીટીમાં સુરતના પણ | સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન ઈ ડ્રાઈવની એક બેઠક મળી હતી જેમાં સુરતમાં ઈ-બસો માટે ઉભા કરાયેલા ઈન્ફ્રાસ્ટ્રકચર અને વધુ માં વધુ ઈ-બસો દોડાવવાનું ક્ષમતાનું પ્રેઝન્ટેશન કરાયું હતું આ સાથે વધુ ૫૦૦ બસની ફાળવણીની દરખાસ્ત રજુ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.