Gujarat: ટંકારામાં વસતા દયાળજી મુનીએ આયુર્વેદ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું હોય તે ઉપરાંત તેઓએ ચાર વેદોનો ગુજરાતી અનુવાદ કરેલ હોય અનેકવિધ સેવાકીય કાર્યોમાં આજીવન ખપાવનાર દયાળજીમુનીને આ વર્ષે જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો તેવા દયાળજી મુનિનું આજે ૮૯ વર્ષની વયે અવસાન થતા ટંકારા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Gujarat: સંસ્કૃત ભાષાના વિદ્વાન શિક્ષક, સમાજ સુધારક અને સંશોધકને ગાર્ડ ઓફ ઓનર આપી ટંકારામાં અંતિમ વિદાયમાન
Gujarat: ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પ્રજાસત્તાક પર્વ નિમિતે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર વ્યક્તિને ભારત સરકાર પદ્મશ્રી એવોર્ડ એનાયત કરતી હોય છે જેમાં ટંકારાના દયાળજી મુની તરીકે જાણીતા દયાળજીભાઈ માવજીભાઈ પરમારને મેડીસીન ક્ષેત્રમાં અનન્ય યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ટંકારામા દયાલમુનિ તરીકે જાણીતા ૮૯ વષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોસર, આયુર્વેદ શિક્ષક, શ્રે વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવ્યાહતા.
દયાલમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડમળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું તેઓએ ગૌરવ વધાર્યું હતું. આર્જે દયાળમુનીનું ૮૯ વર્ષની વયે નિધન થયું હતું ત્યારે તેમની અંતિમયાત્રામાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા મામલતદાર સહિતના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી તેમને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.