Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખી દેવાના વિવાદાસ્પદ પ્રકરણની તપાસ કરવા રાજ્ય આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. યુ. એન. મહેતા અને સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની જ્ઞોની એક એક ટીમ ટ સમગ્ર મામલે તપાસ કરશે. દદીઓને ખરેખર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર હતી તેની તપાસ કરવામાં આવશે. તમામ પ્રકરણની તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં આવશે. દર્દીઓને એન્જિયોગ્રાફી ની જરૂર હતી કે કેમ તેની તપાસ કરી આરોગ્ય કમિશનરને રિપોર્ટ અપાશે

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે સાથે હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે.

આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવુ છેકે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનુ બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યુ છે. બીજુ કે, નિષ્ણાતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વધુ નિર્ણય લેવાશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છેકે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડોક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.

આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને પીએમજેવાયએ યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે જેથી આવા ઘટનાનું પુનરાવર્તન ન થાય. ઉલ્લેખનીય છેકે, આરોગ્ય કેમ્પ કરી હોસ્પિટલ સંચાલકો એકપણ રૂપિયાનો ખચી થશે નહીં, લાવવા લઈ- જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તેમ કહી દર્દી સાથે લોભામણી વાતો કરે છે