આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખની Ishudan Gadhaviએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપે મહારાષ્ટ્રમાં પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ તેઓ મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપે છે તેને વધારીને 2100 રૂપિયા કરશે. સાથે સાથે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ યોજનાઓને કલ્યાણકારી બતાવીને હાલ તેના વખાણ કરી રહ્યા છે. તેમને હું સવાલ પૂછવા માગું છું કે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા સમયે ગુજરાતની તમામ મહિલાઓને પ્રતિ માસ ₹1,000 આપવાની વાત કરી ત્યારે તમે તેને રેવડી કહેતા હતા. તો આ 2100 રૂપિયાની યોજનાને શું તમે “મહા રેવડી” કહેશો?
આમ આદમી પાર્ટીની યોજનાઓને રેવડી કહેનાર લોકો હાલ મહિલાઓને દર મહિને આપવાવાળી રકમ પર મત માગી રહ્યા છે, ખેડૂતોના દેવા માફી પર મત માંગી રહ્યા છે. આ મુદ્દા પર હું ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંનેને સવાલ પૂછવા માગું છું કે તેઓ આ મુદ્દા પર શું કહેવા માંગશે કે મહારાષ્ટ્રમાં જે યોજના જાહેર થઈ તે રેવડી છે કે નહીં? તો શું ગુજરાતની મહિલાઓને 1500 કે 2,000 પ્રતિમાસ ન મળવા જોઈએ? ગુજરાતના ખેડૂતોનું દેવું માફ ન થવું જોઈએ? ગુજરાતના લોકોને કલ્યાણકારી યોજનાઓ ન મળવી જોઈએ? ગુજરાતના લોકોએ કયા પાપ કર્યા છે કે 30 વર્ષથી તમને ચુંટી રહ્યા છે તેમ છતાં પણ તેમને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળતો નથી. આ મુદ્દા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું નિવેદન આપે તેવી અમારી માંગે છે.