Rajkotમાં લક્ષ્મીનગર મેઈનરોડ પર ત્રિશુલ ચોકમાં નિહિત બેબીકેર હોસ્પિટલ ચલાવતા પિડીયાટ્રીશિયન ડો.હિરેન મશરુએ તેની હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ૧૧૬ બાળ દર્દીઓના રિપોર્ટ સાથે ચેડાં કરીને સરકાર પાસેથી આયુષ્યમાન યોજના હેઠળ વધુ ખોટી રીતે ૯પ.૪૭ લાખ વસુલવાની પેરવી કર્યાનું કૌભાંડ ખુલ્યું હતું.
Rajkot: ખોટા અને મોટા બિલી મંજુરી માટે મુકનાર ડો.હિરેન મશરુએ જેટલી રકમના બિલો મુક્યા તેના ૧૦ ગણી રકમ એટલે કે રૂા.૬.૫૪ કરોડ રકમનો દંડ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફટકારાયો હતો. અને બાદમાં આ હિરેન મશરુ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ જ ન કરી શકે તે માટે તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હતું. આ ડોક્ટરે જૂલાઈ-૨૦૨૩થી જૂન- ૨૦૨૪ દરમિયાન પ૨૪ બાળકોને એડમીટ કર્યા તેમાંજ ૧૧૬ બાળકોને કાગળ પર ગંભીર બિમારી દેખાય તેવા રિપોર્ટ તૈયાર કરાવીને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ રકમ પડાવવાનો કારસો ફરિયાદો થતા ખુલ્યો હતો તેથી આ કાર્યવાહી થઈ હતી.
પરંતુ, જેમાં દર્દીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હોય તેવા કિસ્સા પણ હોવાની શક્યતા છે.ડોક્ટરોની આવી મેલ પ્રેક્ટીસથી માત્ર સારવારનો ખર્ચ વધતો નથી પરંતુ, દર્દી ઉપરનું જોખમ પણ વધે છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સિંઘે જણાવ્યું કે અમને કોઈ ફરિયાદ કરે તો અમે જરૂર તપાસ કરીએ છીએ. મેડીકલ ઈન્સ્યુરન્સની દર્દીને મળવાપાત્ર રકમ જાણીને મહત્તમ નાણાં પડાવવા થતી મેલપ્રેક્ટીસની તંત્ર દ્વારા સતત અને ઉંડી તપાસ થાય તે જરૂરી છે. ઈતિહાસમાં સૌથી વધુ રકમનો રૂા.૬.૫૪ કરોડનો દંડ ફટકારીને પ્રેક્ટીસનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું.