Gondal, બીલીયાળા ગામે ખેડૂતના મકાનમાંથી ૧૫ તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ છે. રાત્રે પરિવાર મકાનના ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. લાખોની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂ. ૧.૧૦ લાખની રોકડ ચોરી થઈ છે. ગોંડલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Gondal: તીજોરી તોડી લોકરમાં રાખેલા પૈસા તેમજ સોના ચાંદીના ઘરેણા તફડાવી ગયાની પોલીસ ફરિયાદ
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદમાં કિશોરભાઈ નાગજીભાઈ ડોબરીયા (ઉ.વ.૪૯, રહે. બીલીયાળા ગામે પ્લોટ| વિસ્તાર શિવ પાનવાળી શેરી તા. Gondal)એ જણાવ્યું કે, ગઈ તા. ૩/૧૧ ના રોજ રાત્રીના દશેક વાગ્યે તે તથા તેની પત્ની તથા તેનો દિકરો એમ બધા વાળુ પાણી કરીને ઘરે ઉપરના માળે સુવા માટે જતા રહેલ હતા. બારેક વાગ્યે અમે બધા સુઇ ગયેલ હોય તા.૪ના સવારના સાતેક| વાગ્યાના વખતે બધા ઉઠી નીચે આવેલ હતા. ત્યારે અમારા ચોથા નંબરના રૂમમાં તમામ સોનાની વસ્તુ તથા પૈસા રાખતા તે | રૂમ ખુલ્લો હતો અને ત્યાં જઈ જોતા રૂમમાં રાખેલ તિજોરીમાં રાખેલ સામાન વેર-વિખેર હતો અને અંદરના લોકર તુટી ગયેલ હતા.
જેથી આજુબાજુના પાડોશના માણસો તથા સરપંચને બોલાવેલ હતા. ત્યારબાદ આ બધા લોકોની હાજરીમાં તિજોરીમાં જોતા સોનાની વસ્તુઓ જેમા સોનાની બુટી, સોનાનો હાર, સોનાનો ચેઇન, સોનાના પાટલા બંગડી, સોનાની બે વિટી, સોનાના ત્રણ પેડલ, ચાંદીના સાંકળા ૨૦૦ ગ્રામ, ચાંદીનો કંદોરો ૨૦૦ ગ્રામ, ચાંદીની કડલી બે નંગ અને રોકડ રૂ.૧,૧૦,૦૦૦/- કોઈ અજાણ્યા ઇસમો રાત્રીના ઘરમા પ્રવેશ કરી ચોથા નંબરના રૂમમા તિજોરી તોડી લોકરમાં સોના/ ચાંદીના દાગીના પિતાએ આશરે ૩૫ વર્ષ પહેલા કરાવેલ તે ઉઠાવી ગયા હતા. હોય જેથી તેના બીલ ફરિયાદી પાસે નથી તેવું અંતમાં જણાવ્યું હતું.