જામનગર, Bhanwadમાં પોલીસ લોકરક્ષક સહિત બે શખ્સો વિદેશી દારૂની ૧૨૦ બોટલો સાથે ઝડપાયા હતા. રૂા. ૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે લાલપુર નજીક મેઘપર ગામે રહેણાંકમાંથી દારૂની ૧૦૫ બોટલો મળી આવી હતી. લાંબા ગામે શખ્સને દારૂ સાથે પકડી લેવાયો હતો.

મેઘપર ગામે મકાનમાંથી દારૂની ૧૦૫ બોટલો બરામદ

લાંબા ગામે પણ દારૂનો દરોડો Bhanwadના પુનિત માર્કેટ વિસ્તારની વિસ્તારમાં રહેતા એને મજૂરી કામ કરતા ગલીમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે રણજીતપરા વિસ્તારમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક ગઢવી ભરત માંડણભાઈ મારુ અને આ જ વિસ્તારમાં રહેતા અને લોન રીકવરીનું કામ કરતા યશરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને સ્કોર્પિયો કાર તેમજ વિદેશી દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે રૂપિયા ૭૪,૮૨૦ની કિંમતની ૧૨૦બોટલ વિદેશી દારૂ તેમજ બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા સ્કોર્પિયો કાર મળી, કુલ રૂપિયા ૫,૮૪,૮૨૦ નો મુદ્દામાલ કબજે કરી, બંને શખ્સોની અટકાયત કરી લીધી હતી.આ પ્રકરણમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભકા કારા રબારી | નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેને હાલ પોલીસે ફરાર જાહેર કર્યો છે.

શ્રમિકે પોતાની વાડીના મકાનમાં ઇંગ્લિશ । દારૂની બાટલીનો જથ્થો સંતાડયો છે, અને તે દારૂનો જથ્થો આયાત કરવામાં મેઘપર ગામના ગીરીરાજસિંહ પિંગળની સંડોવણી છે. તેવી માહિતીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડયો હતો. મકાનમાંથી ૧૦૫ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા દારૂનો જથ્થો કબ્જે કરી લેવામાં આવ્યો છે, પરંતુ દારૂના બંનેધંધાર્થીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા ભાયા ઉર્ફે ભાવેશ મેરામણ ચેતરીયા નામના ૩૪વર્ષના શખ્સને પોલીસે રૂા. ૧૩,૪૮૮ની કિંમતની વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં રાણપર ગામના જગા દાના રબારીનું નામ ફરારી લાલપુર તાલુકાના મેઘપર ગામમાં વાડી | તરીકે પોલીસમાં જાહેર થયું છે.