Chotila: થાનગઢ તાલુકાના રૂપાવટીના સીમ વિસ્તારમાં ખનીજ ચોરો ફરી સક્રિય થયાની હકીકત મળતા ખાણ ખનીજ વિભાગની ટીમે ચાલુ ખનને દરોડો પાડતા ૧૭૦ ફૂટ ઉંડા કૂવા સમા ખાડામાં કામ કરતા ૪ મજૂરોને ચાલુ ચરખીએ પકડી પાડી રૂા.૬.૨૫ લાખનો મુદામાલ જપ્ત કરી પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરાવી સંતોષ માનેલ હતો. થાનનાં ખનિજ માફિયાનું નામ ખુલ્યું રૂા. ૬.૨૫ લાખનો મુદામાલ કબ્જે લઈને પાંચે’ય શખ્સો સામે ગુનો દાખલ

Chotila પંથકમાં અનેક સ્થળે ફોરેસ્ટ | વિસ્તારની નજદીકમાં દળવાના અને સ્ટોકના ઓઠા હેઠળ મોટુ ખનીજ ખનન | થતું હોવાની બુમરાણ ઉઠી છે છતાં માત્ર એકદ દોકલ ખનિજચોર પકડાય છે. સ્થાનિક તંત્રવાહકોનાં આશિર્વાદને કારણે સાંજ પછી ઓવરલોડીંગ સાથે ખનિજ પરિવહન પણ બેફામ થાય છે. આવા સમયે કડક ખનીજ અધિકારીની છાપ ધરાવતા નિરવ બારોટની ટીમે થાનના રૂપાવટી ગામની સીમમાં છાપો મારતા ચરખી ઉપરનું ટ્રેક્ટર ભાગી ગયેલ પણ ખાડા સમા કૂવામાં ચરખી નજરે ચડતા

અવાજ આપતા અંદર મજુરોએ અવાજ દેતા અન્ય ટ્રેક્ટર વડે તુષાર વિનોદભાઇ, સુનીલ હિરાભાઈ, કરણ કાનાભાઈ તેમજ જનક ધીરુભાઈને બહાર કાઢી પૂછતાછ કરતાં આ મજુરો પાસેથી થાનગઢના રઘુભાઇ ભરવાડ ખનીજચોરી કરાવતા હોવાનું કબૂલાત આપી હતી.

જેથી થાન પોલીસ દ્વારા ૧૭૦ ફૂટ જેટલા ઉંડા ખાડામાંથી ચરખી, મશીન, લોખંડના પાઈપ વિગેરે મુદામાલ કબ્જે કરી રૂા.૬.૨૫ લાખની ખનીજ ચોરી અંગે પાંચ વ્યકિત વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.