શિયાળામાં પણ સ્કિન રહેશે મુલાયમ, આ ઘરેલુ ઉપચાર અપનાવો
શિયાળા શિયાળા (Winter) ની સિઝન હવે શરૂ થઇ ગઈ છે. આ દિવસોમાં જો કોઈ બાબતમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તે ડ્રાય સ્કિન છે. આપણી સ્કિનમાં અન્ય સમસ્યા જેમ કે ખંજવાળ, શુષ્કતા, લાલાશ અને ખીલ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સ્કિન સમસ્યા આ સમસ્યાઓના કારણે આપણી સ્કિન નિર્જીવ દેખાવા લાગે છે અને તેની અસર આપણી સુંદરતા પર પણ પડે છે. પરંતુ અહીં આપેલ ઉપચાર કરી તમે શિયાળા સ્કિન સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
નાળિયેર તેલ કોકોનટ ઓઇલ આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળ તેલ આપણી ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે અને ડ્રાયનેસની સમસ્યાને પણ દૂર કરે છે. શિયાળા દરમિયાન તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
મધ સાથે દહીંનું ફેસ માસ્ક જો તમે શિયાળા દરમિયાન તમારી સ્કિનની ગુણવત્તા જાળવી રાખવા માંગતા હો તો તમારા માટે દહીં અને મધના ફેસ માસ્કથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે.
મધ સાથે દહીંનું ફેસ માસ્ક દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે જે એક્સ્ફોલિયેશનમાં મદદ કરે છે જ્યારે દહીં તમારી સ્કિન પર મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. જ્યારે તમે તમારા ચહેરા પર આ બંને વસ્તુઓનો એકસાથે ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને નરમ રાખે છે
ગ્લિસરીન જો તમે તમારી ત્વચામાં ભેજ જાળવી રાખવા માંગો છો, તો ગ્લિસરીન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગ્લિસરીન કુદરતી હ્યુમેક્ટન્ટ તરીકે કામ કરે છે.