કચ્છ રણોત્સવ 2024 તારીખ કચ્છ રણોત્સવ 11 નવેમ્બર 2024 થી 15 માર્ચ 2024 સુધી ચાલશે. આમ પ્રવાસીઓ 124 દિવસ કચ્છ રણોત્સવ ફરવાની મજા માણી શકશે.
કચ્છ રણોત્સવ ટેન્ટ સિટી બુકિંગ કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓના રહેવા માટે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવે છે. આ ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પ્રવાસીઓ ટેન્ટ સિટી માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે.
કચ્છના સફેદ રણમાં ઉત્સવ કચ્છના ઘોડરો સ્થિત ગામના સફેદ રણમાં આ ઉત્સવ ઉજવાય છે. તે ભૂજ શહેરથી 80 કિમી દૂર આવેલું છે.
ચ્છ રણોત્સવ માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ ટ્રેન સુવિધા પણ કરવામાં આવી છે.
ચંદ્ર પર હોવાનો અહેસાસ કચ્છ રણોત્સવ મીઠાના સફેદ રણમાં યોજવામાં આવે છે. રાત્રે ચંદ્રના અજવાળામાં મીઠાની રજકણના કારણે અહીની જમીન ચંદ્ર જેવી પ્રકાશિત દેખાય છે, આથી પ્રવાસીઓ ચંદ્ર પર હોવાનો અહેસાસ કરે છે
કચ્છ રણોત્સવ આકર્ષણ કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓ માટે મનોરંજનના ઘણા આકર્ષણો છે. કચ્છની લોકસંસ્કૃતિ, સંગીત - નૃત્યુ, પરંપરાગત પોશાક, ભરતકામ, હસ્તશિલ્પ જોવાનો મોકો મળે છે.