શિયાળામાં તંદુરસ્ત રહેવા પીવો બ્રોકલી સૂપ, જાણો રેસીપી શિયાળાની ઋતુમાં ગરમાગરમ સૂપ પીવો દરેક વ્યક્તિને પસંદ હોય છે.  

જો તમે પણ હેલ્ધી અને ટેસ્ટી સૂપ માણવા માંગતા હોવ તો બ્રોકોલી સૂપ એક ઉત્તમ વિકલ્પ છે. અહીં જાણો બ્રોકોલી સૂપ રેસીપી 

 સામગ્રી 200 ગ્રામ બ્રોકોલી, ઝીણી સમારેલી 1 ડુંગળી, 4-5 કળી સમારેલ લસણ, 2 ચમચી ઓલિવ ઓઇલ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી કાળા મરી પાવડર, વેજીટેબલ સ્ટોક અથવા 2 કપ પાણી, 1 ચમચી ક્રીમ (ગાર્નિશિંગ માટે) લીલા ધાણા - ગાર્નિશ માટે 

બ્રોકોલી સૂપ રેસીપી સૌ પ્રથમ, બ્રોકોલીને ધોઈને ના નાના ટુકડા કરો. એક બ્રોકોલીના ટુકડા પર ઓલિવ ઓઈલ અને થોડું મીઠું નાખીને બરાબર મિક્ષ કરો 

બ્રોકોલીને ઓવનમાં 200 ડિગ્રી સેલ્સિયસ પર 15-20 મિનિટ માટે શેકી લો. 

બ્રોકોલી સૂપ રેસીપી તમે તવા પર પણ હળવા હાથે ફ્રાય કરી શકો છો, જ્યાં સુધી બ્રોકોલીનો કલર આછો સોનેરી ન થાય. હવે એક પેનમાં થોડું ઓલિવ ઓઇલ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી નાખીને સાંતળો. પછી તેમાં લસણ ફ્રાય કરો 

બ્રોકોલી સૂપ રેસીપી વેજીટેબલ સ્ટોક અથવા પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર પાકવા દો, જેથી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય અને બ્રોકોલી નરમ થઈ જાય.