Surat: સીટી લાઈટ રોડ પર શિવ પૂજા કોમ્પ્લેક્સમાં જીમ અને સ્પા અગ્નિકાંડમાં મોતને ભેટીલ બંને યુવતીના મૃતદેહનો કબજો નવી સિવિલ ખાતેથી તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમના પરિવારજનોએ ગંભીર બનાવના કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સિક્કીમથી આવેલા મૃતકોના પરિવારને કબજો સોંપાયો

Surat: અગ્નિકાંડમાં બોગ બનેલી મૂળ સિક્કીમમાં ગ્યાલસીંગની વતની ૩૩ વર્ષની બિનુ લિમ્બુ અને ૩૮ વર્ષની મનિષા ઇમાઈના સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયા હતા. બંનેના મૃતદેહ એરમાં વતન લઇ જવા માટે એમ્બાલમિંગ કરવામાં આવ્યુ અને કોફીનમાં પેકીંગ કરીને ફોરેન્સીકના ડૉક્ટરે સેવાકાર્ય કર્યું હતું. ગત રાતે બંને યુવતી પરિવારના સભ્યો સિક્કીમથી સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા. આજે વહેવી સવારે મનિષાનો મૃતદેહ તેના કાકા વિકાશ અને બિનુનો મૃતદેહ તેના ભાઈ સુરેશેને ઉમરા પોલીસે સોંપ્યો હતો. ઘણી વખત પોલીસ કર્મચારીઓ પોસ્ટમોર્ટમ કરાવવા માટેના કાગળો તૈયાર કરવા સહિતની કામગીરી માટે | સિવિલ કે સ્મીમેર હોસ્પિટલ પર આવતા નથી.

જેથી મૃતકના પરિવારજનોએ હાલાકી ભોગવવી પડે છે. પણ અગ્નિકાંડની ગંભીર બનાવમાં ઉમરા પોલીસ કર્મચારી આજે વહેલી સવારે બંનેનો મૃતદેહનો કબ્જો સોપવા આવી ગયા હતા. મૃતક બિનુના પરિવારે કહ્યું કે, અંદાજીત એક વર્ષ પહેલા બિનુ રોજીરોટી માટે સુરત આવી હતી. તેનો એક ભાઈ છે. સિક્કીમ સરકાર અને એર સહિતના ખર્ચ આપશે. જયારે બંને મૃત્યુ પામેલી યુવતીને ન્યાન મળવો જોઈએ, આ બનાવના તમામ કસુરવારો સામે પોલીસે કડક કાર્યવાહી કી જોઈએ.