Amreli: જિલ્લાના મોટી કુંકાવાવ ના સરપંચને અગાઉ થયેલ કેસમાં આગોતરા જામીન મળતાં સારું ન લાગતાં એક શખ્સ દ્વારા વોટસએપ ગૃપમાં અપશબ્દો કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા વડીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઇ હતી.

Amreli: સરપંચને આગોતરા જામીન મંજુર થતાં સારૂ ન લાગતા હરકત કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

આ અંગે વડીયા પોલીસ મથક ખાતે, મોટી કુંકાવાવના સરપંચ સંજયભાઈ વિરજીભાઈ લાખાણી ( ઉંમર -૩૮) દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ અને તેના ગામના કેયુરભાઈ હસમુખભાઈ દેવાણી બંને કુકાવાવ પરિવાર વોટસએપ ગૃપમાં હતા .ત્યારે સંજયભાઈની વિરુદ્ધમાં કેયુરભાઈના પત્નીએ અગાઉ પોલીસ ફરિયાદ કરેલ હતી.

જે ગુન્હામાં સંજયભાઈને આગોતરા જામીન મળી જતા સામે પક્ષના કેયુરભાઈને સારું નહિ લાગતા આ કુકાવાવ પરિવાર ગૃપમાં પોતાના વોટસએપ નંબરમાંથી બૉભત્સ ગાળો અને મેસેજ આપી અને બદનામ કરવાનો પ્રયાસ કર્યા હતો. અને તેના સરપંચપદની ગરીમા પણ ન જાળવી ઉશ્કેરણી કરવાના ઇરાદે મેસેજો લખી તેમજ ગુનાહિત ધમકી તથા મારી નાખવાની ધમકી વાળા મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે સંજયભાઈ દ્વારા વડીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.