લોકો ઘણીવાર તેમની સવારની શરૂઆત ચા સાથે કરે છે  

આ સાથે ઘણા લોકો સવારના હળવા નાસ્તામાં ચા અને બિસ્કિટ ખાવાનું પણ પસંદ કરે છે.  

ઘણા લોકો સવાર-સાંજ ચા સાથે બિસ્કિટ ખાવાને હેલ્ધી ઓપ્શન માને છે, પરંતુ સત્ય આનાથી બિલકુલ અલગ છે. વાસ્તવમાં દરરોજ બિસ્કિટ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે.

આપણે બધા જાણીએ છીએ કે મેંદો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.  

આવી સ્થિતિમાં જો તમે દરરોજ બિસ્કિટ ખાવ છો તો તે તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે  

કારણ કે બિસ્કિટ અને કૂકીઝ બનાવવામાં મેંદાના લોટનો ઉપયોગ થાય છે, જે આપણા આંતરડા માટે નુકસાનકારક છે.  

બિસ્કિટ બનાવવામાં પામ તેલનો ઉપયોગ થાય છે. પામ તેલમાં 100 ટકા ચરબી હોય છે, જેનો નિયમિત ઉપયોગ હૃદય રોગનું જોખમ વધારી શકે છે.