Surat: સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી ની ઉજવણી માટે સુરત શહેર અને જિલ્લામાં તડામાર તૈયારી થઈ રહી છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે બાપાની જન્મ જયંતી છે તે પહેલા જલારામ મંદિરોને શણગારવામાં આવ્યા છે. અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Surat: વરાછાના લાભેશ્વર ચોકથી મીની બજાર સરદાર પટેલની વાડી સુધી શોભાયાત્રામાં ઘોડા, રથ બગી સહિતના વાહનો જોડાશે

Surat: પૂજ્ય જલારામ બાપાની ૨૨૫મી| જન્મજયંતિના પ્રસંગને વધુ દિપાવવા માટે શહેર અને જિલ્લાના વિવિધ મંદિરોમાં | રંગબેરંગી લાઈટ, કમાનો, ધજા, તોરણો બાંધીને શણગારવામાં આવ્યા છે. વરાછાના લાભેશ્વર ચોકથી ભવાની સોસાયટી, વરાછા મેઈન રોડ થઈ મીની બજાર સુધી વિશાળ શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં પણ રથ, ઘોડાગાડી અને બગી સહિતના વાહનો ઉપરાંત હજારો જલારમ ભક્તો જોડાશે. આ શોભાયાત્રા મીની બજાર પટેલ સમાજની વાડી ખાતે પુરી થશે. જ્યાં મહાઆરતીનું આયોજન કરાશે. જ્યારે લસકાણા ખાતે આવેલા મંદિરમાં રાત્રી સમયે ભજનનું આયોજન કરવામા આવ્યું છે. હની પાર્કે રોડ પર મ્યુનિ.ના પ્લોટમાં પણ જલારામ જયંતિનું આયોજન કરાયું છે.

ઉધના ઉદ્યોગનગર ખાતે સરદાર પટેલ રોડ પર આવેલા જલારામ મંદિરે પણ ઉજવણી કરાશે. આ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે સુરત શહેરમાં મીની વિરપુર, ભાગળ- બુંદાલાવાડ, બાલાજી જલારામ મંદિર સહિત અનેક મંદિરમાં બાપાના જન્મદિવસની ઉજવણી માટે ખાસ આયોજન કરવામા આવ્યું છે. બાપાના મંદિરમાં વિવિધ પૂજા વિધિ, યજ્ઞ માટે પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત અન્નકૂટ અને ૫૬ ભોગ પ્રસાદનો થાળ ધરાવાશે. આ સાથે કળશ યાત્રા નીકળશે.