Rajkotની રામાપીર ચોકડી પાસેથી ગઈકાલે ઝડપાયેલા ૩.૧૩ લાખના માદક પદાર્થના કેસમાં ગાંધીગ્રામ પોલીસે વધુ એક આરોપી પુરણ કાજી શેરપા (ઉ.વ.૨૯, રહે. રાણીમાં રૂડીમાં ચોક, રૈયાધાર)ની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.
Rajkot: બંને આરોપીઓ એક ડઝનથી વધુ વખત યુપી- નેપાળની બોર્ડરથી ડ્રગ્સ લઈ આવ્યાનું ખુલ્યું
એસઓજીએ ગઈકાલે ૩.૧૩ લાખના હેરોઈન અને બ્રાઉન સુગરના જથ્થા સાથે કેતન અશોકદાસ ઉધાસ (ઉ.વ.૩૯, રહે. લાભદિપ સોસાયટી શેરી નં.૩, રામાપીર ચોકડી)ને ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં પુરણનું| નામ ખુલતાં તેને ગાંધીગ્રામ પોલીસે આજે ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે અગાઉ પુરણ માદક પદાર્થનો વેપલો કરતો હતો. તે યુપી અને નેપાળની બોર્ડર પર આવેલા બહેરાઈચ જિલ્લામાંથી ત્રણેક વખત માદક પદાર્થ લઈ આવ્યો હતો. છેલ્લા ૧૪ મહિનાથી તેણે કેતન સાથે મળે વપલો શરૂ કર્યો હતો. પુરણ જે શખ્સ પાસેથી માદક પદાર્થ લઈ આવતો હતો તેનો નંબર તેણે કેતનને આપી દીધો હતો. જેથી હવે કેતન માદક પદાર્થ લઈ આવતો હતો. તે દસેક વખત માદક પદાર્થ લઈ આવ્યો હતો. હાલમાં માદક પદાર્થમાં કેતનનું રોકાણ હતું. તે માદક પદાર્થ લઈને પુરણને આપી દેતો હતો. પુરણ તેની પડીકી બનાવી વેચાણ કરી, મૂળ રકમ અને નફાની રકમ કેતનને આપી દૈતો હતો. પોતાનું કમિશન પણ લઈ લેતો હતો. આ રીતે બંને માદક પદાર્થોને વેપલો કરતા હતા.