ST નિગમને દિવાળીના તહેવારો ફળ્યા છે. ૨૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર એમ એક સપ્તાહ દરમિયાન એસટી નિગમને ૬.૪૪ લાખ ટિકિટના વેચાણથી રૂપિયા ૧૪.૫૫ કરોડની આવક થઇ છે.
ચોથી નવેમ્બરે એક જ દિવસમાં ૧.૪૧ લાખ ટિકિટ વેચાણથી રૂા. ૩.૧૬ કરોડની રેકોર્ડ આવક
ST નિગમમાં સાત દિવસમાં ઈ- બૂકિંગ અને મોબાઇલ બૂકિંગથી ૬.૪૪ લાખ ટિકિટનું વેચાણ થયું હતું. જેમાં ચોથી નવેમ્બરના સૌથી વધુ ૧.૨૭ લાખ ટિકિટના વેચાણ સાથે રૂપિયા ૨.૮૪ કરોડની આવક થઈ હતી. જે એક જ દિવસમાં થયેલી રેકોર્ડ આવક છે. આ સિવાય ૩ નવેમ્બરના ભાઈ બીજ હતી ત્યારે નિગમે રૂપિયા ૨.૪૯ કરોડની ૩૧ આવક મેળવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન તબક્કાવાર એસટીની આવકમાં વધારો થવા લાગ્યો હતો.
જેમાં ૨૯ ઓક્ટોબરના ૭૭૧૪૮, ૩૦ ઓક્ટોબરે ૭૪૯૮૯, ૩૧ ઓક્ટોબરે ૭૩૪૯૭ ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિગમ દ્વારા મુસાફરોને ૬૦ દિવસ અગાઉ એડવાન્સ બૂકિંગ સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો સાત દિવસમાં ૪૪૨૬૨ ટિકિટના વેચાણથી રૂપિયા ૯૬.૪૩ લાખની આવક થઇ છે.