Surendranagar: રાજ્યમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં SMC પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો છે, ખરેખરમાં, SMC પોલીસની કાર દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી રહી હતી, આ દરમિયાન એક ટ્રેલર વચ્ચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં SMC પીએસઆઇ જે.એમ. પઠાણનું ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યુ હતુ. આ ઘટના અનેક સવાલો ઉભા થયા છે. આ અકસ્માત છે કે કોઇ અન્ય કારણ તેની પણ તપાસની માંગ ઉઠી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની વિગતો એવી છે કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક ક્રેટા કાર દારૂ ભરીને દસાડા-પાટડી રૉડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે આના પર કાર્યવાહી કરતાં રૉડ બ્લૉક કરીને ક્રેટા કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પાટડી તરફ બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા.

નોંધનીય છે કે એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણ તારીખ : 5 /11/2024 ના કલાક 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા આ વખતે હકીકત મળેલ કે ત્યાંથી એક creta દારૂ ભરેલી પસાર થનાર છે જેથી કઠાડા ગામ થી આગળ વળાંક ઉપર તેઓ એસએમસી ની ટીમના માણસો સાથે બ્લોક કરી ને ઉભા હતા આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ આ વખતે ટેલરના પાછળ ના ભાગે SMC ટીમ ની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ આમ ક્રેટા ગાડી ને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા creta ટ્રેલર ની જમણી બાજુ માંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનર ના લાઈટ ના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું અવસાન થયું છે જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

જોકે, અકસ્માતની ઘટનામાં ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. સાથે અન્ય બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ શરૂ છે.