Gujarat: ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આખો દિવસ ગરમી બાદ મોડી રાતથી જ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવા લાગે છે.શિયાળાની ઠંડીની જમાવટને લઇને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. વરસાદને લઈને અંબાલાલ પટેલ આગાહી કરી છે ત્યારે હવે ઠંડીને લઈને આગાહી કરી છે.
આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં 22 નવેમ્બર પછી ઠંડીનું પ્રમાણ વધશે. 22 નવેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. ગુજરાતવાસીઓએ 22 નવેમ્બર સુધી ગરમી સહન કરવી પડશે. સાથે જ તેમણે હિમાલયના પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 10 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ બાદ રાજ્યમાં વધુ ઠંડી પડી શકે છે. 22 નવેમ્બર પછી રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધશે. 10 થી 14 નવેમ્બર દરમિયાન બંગાળ ઉપ સાગરમાં ડિપ્રેશન બનવાની શકયતા