Lakhtar તાલુકાના ઘણાદ ગામની સીમ પાસે આવેલ કેનાલ પર નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે શખ્સોએ જાહેરમાં ગાળો બોલી જાતિ અપમાનીત કરી તમંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ લખતર પોલીસ મથકે જાનથી મારી નાંખવાની અને જાતિ અપમાનીત કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ખોટો ફોન નંબર કેમ આપ્યો તેમ કહી કેનાલ ઉપર બોલાવી ગાળો આપીઃ બે શખ્સો સામે ફરિયાદ
Lakhtarના ઘણાદ ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતા ફરિયાદીચુકલાભાઈ ઉર્ફે ચકાભાઈ થાવરીયાભાઈ નાયકા | અનુ.જાતિવાળાના ભાઈ રતીલાલ પર મહાવિરસિંહ પ્રદયુમનસિંહ ઝાલાએ ફોન કર્યો હતો. પરંતુ રતિલાલનો મોબાઈલ ફરિયાદી પાસે હોવાથી ફરિયાદીએ રતિલાલ| જીગાની સાથે હોવાનું જણાવી મહાવિરસિંહને જીગાનો નંબર આપ્યો હતો પરંતુ જીગાનો નંબર નહિં લાગતા મહાવિરસિંહેફરિયાદીને ફોન કરી ખોટો નંબર આપ્યો હોવાનું જણાવી તેને કેનાલ પર બોલાવ્યો હતો.
આથી ફરિયાદી અને અન્ય શખ્સ વિઠ્ઠલ ગમલાભાઈ બન્ને કેનાલ પર આવતા મહાવિરસિંહ પ્રદયુમનસિંહ ઝાલા અને રસીકભાઈ ઉર્ફે ચકાભાઈ રધુભાઈ બન્ને રહે. ધણાદ તા.લખતરવાળાએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને જાતિ અપમાનીત કરી એકસંપ થઈ જાહેરમાં ગાળો આપી હતી અને મહાવિરસિંહે મારી નાંખવાના ઈરાદે પોતાની પાસે રહેલા તમંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરતા ફરિયાદીને પીઠાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.