Gujarat: સોમવાર નવી આશા, નવા ઉમંગ, પડકારોને પહોંચી વળવાના નવા જોશ સાથે વિક્રમ સંવંત ૨૦૮૧નો પ્રારંભ થઈ ગયો છે. હવે રવિવારે ભાઈ બીજનું પર્વ ઉજવાશે. વિક્રમ સંવત ૨૦૮૦ કરતાં ૨૦૮૧માં દિવાળીનું પર્વ ૧૦ દિવસ વહેલું છે.

Gujarat: સતત ભાગતું અમદાવાદ લાભ પાંચમ સુધી “પોઝ” બટનમાં : માર્ગો સૂમસામ બન્યા

Gujarat: શુક્રવારે પડતર દિવસ હતો. શનિવારે બેસતું વર્ષ છે ત્યારે શક્તિપીઠ અંબાજી, સોમનાથ, પાવાગઢ, ચોટીલા સહિતના તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ ઉપરાંત અનેક મંદિરોમાં અન્નકૂટ જ્યારે ઈસ્કોન સહિતના કેટલાક મંદિરમાં ગોવર્ધન| પૂજા યોજાશે. વિક્રમ સંવત ૨૦૮૧માં ચાર ગ્રહણ છે. આ પૈકી એકમાત્ર ખગ્રાસ ચંદ્રગ્રહણ ૭ સપ્ટેમ્બરના ભારતમાં જોવા મળશે. આ ઉપરાંત નવા વર્ષમાં એકમાત્ર અંગારકી | ચતુર્થી છે. આ ઉપરાંત ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ બાદ હવે વર્ષ ૨૦૨૫માં પણ દિવાળી બાદ પડતર દિવસ છે. શુક્રવારના પડતર દિવસ સાથે જ અમદાવાદના મોટાભાગના માર્ગો સૂમસામ બન્યા હતા. હવે લાભ પાંચમ સુધી અમદાવાદ ‘આરામ’ના મૂડમાં જોવા મળશે. લાભ પાંચમ સાથે અમદાવાદ ફરી ધમધમતું થશે.

વિક્રમ સંવત ૨૦૮૧ની સાથે સાથે..
એકમાત્ર અંગારકી ચોથ ૧૨ ઓગસ્ટના છે.
બીજી ફેબ્રુઆરીએ વસંત પંચમી.
૧૪ માર્ચના ધૂળેટી.
૩૦ માર્ચથી ચૈત્રી નવરાત્રિ.
૨૭ જૂનના રથયાત્રા.
બે ચંદ્ર-બે સૂર્ય ગ્રહણ છે. આ ચાર પૈકી એકમાત્ર ખગ્રાસ ચંદ્રગ્રહણ ૭ સપ્ટેમ્બરના ભારતમાં દેખાશે.
૯ ઓગસ્ટના રક્ષાબંધન.
૧૬ ઓગસ્ટના જન્માષ્ટમી.
૨૩ ઓગસ્ટના શ્રાવણ માસ સમાપ્ત
૭ સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ.
૨૨ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ.
૧૮ ઓક્ટોબરના ધનતેરસ.