Vadodara: હરણી વિસ્તારમાં છ મહિના પહેલાં હવસખોરનો ભોગ બનેલી તરુણી પ્રેગનન્ટ બનતાં પોલીસે બળાત્કારીને ઝડપી પાડયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને ૨૦ વર્ષની કેદ કરવામાં આવી છે.
Vadodara: બળજબરીથી બાંધેલા શારીરિક સંબંધના કારણે એક બાળકનો જન્મ થયો હતો
Vadodara: હરણી વિસ્તારમાં ગઇ તા.૬-૧૨- ૨૦૨૦ના રોજ બનેલા બનાવ અંગે પીડિતાની શ્રમજીવી માતાએ પોલીસને કહ્યું હતું કે, મારી પુત્રી કામઅર્થે બહાર જઈ રહી હતી ત્યારે તેનો પીછો કરતા કરણ નામના યુવકે વાતોમાં ફોસલાવી | હતી અને મેદાનમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
હવસખોરે આ બનાવ બાદ પીડિતાને આ વાતની કોઈને જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારા મા- બાપને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
ઉપરોક્ત બનાવ બાદ સાડા બાર વર્ષની પુત્રી ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે હરણી પોલીસે આરોપી કરણ રણજીતભાઈ પરમાર(પંચાલ ફળિયું, હરણી) ને ઝડપી પાડયો હતો. મેડિકલ ટેસ્ટ દરમિયાન જન્મેલા બાળકનો પિતા કરણ હોવાનું જણાઈ આવ્યું હતું. આ કેસ પોક્સો સ્પેશ્યલ કોર્ટના જજ એમ.ડી.પાંડેય સમક્ષ ચાલી જતા આરોપીને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ કરવામાં આવી છે. સરકાર તરફે વકીલ પરેશ પટેલે રજૂઆતો કરી હતી