Jamnagarના સાત-રસ્તા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા બ્રિજમાં તિરાડો પડી છે, જ્યારે બ્રિજ નીચે બનાવેલા સીસી રોડમાં પણ ગેરરીતિ થઈ રહી હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરાઈ છે.

સીસી રોડનાં કામમાં પણ ગેરરીતિની રાવ

Jamnagarના વોર્ડ નંબર ૧ના કોર્પોરેટર સમજુબેન દીપુભાઈ પારિયાએ આવેદન પત્ર પાઠવી સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધી બની રહેલા નવા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, આશરે ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ બ્રિજમાં તિરાડો પડી ગઈ છે અને બ્રિજ નીચે બનાવેલ સીસી રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ પણ રજૂઆતો કરાઈ છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ મામલે રોજકામ કરાવવા અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.