દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર, Morbi, ખંભાળીયામાં દોડ યોજાઈ. આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક દોડવીરો જોડાયા હતા.

જામનગરમાં રણમલ તળાવેર્થી, ખંભાળિયામાં પ્રાંત કચેરીએથી Morbiમાં સરદાર પ્રતિમાએથી થયું દોડનું આયોજન ખાતે સરદાર પટેલની પ્રતિમા આગળ ખંભાળિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંની પ્રાંત કચેરી ખાતે આયોજિત રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જિલ્લા કલેકટર જી.ટી. પંડયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.

દર વર્ષે તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે આયોજન થાય છે.

મોરબી શહેરમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર નવા બસ સ્ટેન્ડ જિલ્લા કક્ષાની રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેકટર કે. બી. ઝવેરી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી આ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ સરદાર પટેલ સ્ટેચ્યુ-નવા બસ સ્ટેન્ડ રોડથી ઉમિયા સર્કલ સુધી પહોંચી હતી. જેમાં વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એન.સી.સી.કેડેટસ, જિલ્લા પોલીસ દળના કર્મયોગીઓ, જિલ્લા હોમગાર્ડ દળના જવાનો, શાળાના વિદ્યાથીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકોએ ‘રન ફોર યુનિટી’ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.