કલ્યાણપુર તાબેના સૂઈનેસ ગામેથી આજરોજ એલસીબી પોલીસે Raid પાડી, એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમાતા કરવામાં આવેલી કાર્યવાહીમાં રોકડ, કાર, મોબાઈલ વિગેરે સહિત રૂા. ૪.૪૭ લાખના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓને ઝડપી લીધા હતા.

Raid: રૂા. ૨.૦૭ લાખ રોકડા, રૂા.૪૦ હજારના આઠ મોબાઈલ ફોન, બે લાખના વાહનો કબ્જે કર્યા

વિગત મુજબ સ્થાનિક ગુના શોધક | શાખાના પી.આઈ. .આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગદરમિયાન ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના સુઈનેશ ગામના વાડી વિસ્તારમાં રહેતા ડાવા ધના મૂન નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવીને પોતાના ઘરમાં જુગાર રમવા માટેની વ્યવસ્થા પૂરી પાડી, અહીં ઘોડી પાસાના જુગારના ચાલી રહેલા અખાડામાં એલસીબી સ્ટાફે Raid પાડયોહતો.

આ દરોડા દરમિયાન પોલીસે ડાવા ધના મુન, જામનગરના રહીશ સાજણ ઉર્ફે મુન્નો નાથા મુન, કચરા લગધીર સંધીયા, અનિલ હરીશ મંગે, ડાયા રામજી ગોરડીયા, રમેશ ગોવિંદ મંગે, કિશન દિપક ગજરા, અશોક કેશુભાઈ માવદીયા, ભરત અમરશી પરમાર, રાજેશ અરજણ ધારાણી અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ઉમેશ રવિદાન લાંગાવદરા નામના કુલ ૧૧ શખ્સોને દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂા.૨,૦૭, ૨૦૦ રોકડા, રૂા. ૪૦,૦૦0 ની કિંમતના આઠ નંગ મોબાઈલ, ઈક્કો મોટરકાર સહિત કુલ રૂા. ૪,૪૭,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.