વડોદરામાં બે-બે વડાપ્રધાન આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ. બન્ને વડાપ્રધાન સવારે ટાટા-એરબસ દ્વારા સ્થાપીત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે. જે બાદ બન્ને મહાનુભાવો વડોદરાના શાનદાર અને સુંદર Lakshmi Vilas Palace ખાતે બપોરનું ભોજન કરશે.
Lakshmi Vilas Palace: રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક,મગની દાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, બડી જેવા મિષ્ટાન
મળતી માહિતી અનુસાર પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહી) જેવી વાનગીઓ. મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવશે. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવશે.
Lakshmi Vilas Palaceમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ
ભારત અને સ્પેનના વડાપ્રધાનની લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતને અનુલક્ષીને પેલેસ ખાતે પણ કિલ્લેબંધી અનુલક્ષાન પ કરી દેવામાં આવી છે. બંને દેશના વડાઓ આવે તે પહેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં આજથી જ મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આવતીકાલે, સોમવારે પણ બ બંને દેશના વડાપ્રધાનની સાથે બહુ ગણતરીના મહાનુભાવો હાજર રહેશે.