Surat, નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી હોસ્ટેલોમાં વેકેશન દરમ્યાન થતી ચોરીઓ કે પછી ઇતર પ્રવૃતિઓ પર બ્રેક મારવા માટે સત્તાધીશોએ કડક નિયમો બનાવ્યા છે. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેનારા છે તે વિદ્યાર્થીઓએ ફરજિયાત ફોર્મ ભરીને હોસ્ટેલ કાર્ડ મેળવીને પ્રવેશ દ્વાર- ૧ થી અવર જવર કરવા આદેશ કરાયો છે.
Surat: વેકેશનમાં હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓને ફરજિયાત આઈકાર્ડ બનાવીને ગેટ-૧થી અવર જવર કરવા આદેશ
Surat: નર્મદ યુનિવર્સિટીમાં દિવાળી તહેવારને લઇને આગામી ૩૦મી ઓકટોબરથી ૧૦ મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયુ છે. વેકેશન દરમ્યાન હોસ્ટેલો શુમશાન હોવાથી ચોરીની કે પછી અસામાજિક તત્વો | દ્વારા થતી ઇતર પ્રવૃતિઓ પર બ્રેક મારવા માટે નર્મદ યુનિવર્સિટીએ આ વખતે કડક નિયમો બનાવ્યા છે. જેમાં આદેશ કરાયો છે કે, જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે, તે વિદ્યાર્થીઓ વેકેશન દરમ્યાન ઘરે જનાર હોવાથી હોસ્ટેલના રૂમને ફરજિયાત તાળુ મારીને જવાનું રહેશે. હોસ્ટેલની અંદર કોઈ પણ કિંમતી સામાન રાખીને જવુ નહીં.
વેકેશન દરમ્યાન ચોરી અથવા તો ગુમ થયેલ સામાનની જવાબદારી વિદ્યાર્થીઓની પોતાની રહેશે. તો જે વિદ્યાર્થીઓ પીએચ.ડીનો અભ્યાસ કરતા હોય કે પછી વિદેશના કે અન્ય રાજયના વિદ્યાર્થીઓએ | હોસ્ટેલમાં: રહેવું પડતુ હોય આવા વિદ્યાર્થીઓએ | એક ૯ કોર્મ ફોર્મ ભરીને હોસ્ટેલ વિભાગમાં આપવુ પડશે. આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ આઇડી કાર્ડ ફરજિયાત રાખવાનું રહેશે. તથા પરિસરની બહાર અવર-જવર માટે પ્રવેશ દ્વાર-૧નો જ ઉપયોગ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાની માહિતી જમા કરાવી હોય તે જ વિદ્યાર્થીઓને પ્રવેશ દ્વારા-૧ માંથી પ્રવેશ | આપવામાં આવશે.