Chotila: નવરાત્રિના સમયમાં જ્યાં ૨ લાખથી વધુ દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા અને અનેક જ્ઞાતિઓના કુળદેવી ચામુંડા માતાજીનું પ્રસિધ્ધ ધામ આવેલ છે તે ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દિવાળી પછી દર વર્ષે ભારે ભીડ ઉમટતી હોય દર્શનનો સમય એકથી દોઢ કલાક લંબાવાયો છે.
Chotila: ભાવિકોની ભીડ ધ્યાને લઈ દર્શનનો સમય લંબાવાયો
Chotila: સામાન્ય દિવસોમાં મંદિરના દ્વાર સવારે ૬-૩૦એ ખુલતા હોય છે ત્યારે નવા સમય અંગે મંદિરના મનસુખગિરિએ જણાવ્યા મૂજબ (૧) બેસતાવર્ષથી લાભ પાંચમ તા. ૨થીતા.૬ નવેમ્બર સુધી સવારે ૪ વાગ્યે પગથિયાના દ્વાર ખુલશે, લોકો ડુંગર પર જવાનું શરુ કરી શકશે અને સવારની આરતી ૪-૩૦ વાગ્યે થશે (૨) કારતક સુદ-૬ તા.૭થી તા.૧૪ નવેમ્બર સુધી પગથીયાના દ્વાર સવારે ૪-૩૦એ ખુલશે અને આરતી સવારે ૫ વાગ્યે થશે.
(૩) પુનમના દિવસે પદયાત્રિકો સહિત ભાવિકોની ભારે ભીડ રહેતી હોય આ દિવસે મધ્યરાત્રિના ૨-૩૦ વાગ્યે પગથિયાના દ્વાર ખુલશે અને ૩ વાગ્યે આરતી થશે. મંદિરમાં સંધ્યા આરતીનો સમય રાબેતામૂજબ સાંજે ૭ની આસપાસ સૂર્યાસ્ત વખતનો રહેશે. આરતી પછી અર્ધી કલાક બાદ મંદિરના દ્વાર બંધ થતા હોય છે. ડુંગર પર કોઈ રાત્રિરોકાણ કરતું નથી. મંદિરમાં ભોજનાલયનો સમય બપોરે ૧૧થી ૨ રહેશે.