Kutch: ભુજ તાલુકાના ખાવડા નજીક દિનારા ગામે રહેતા એક ખેડૂતે ખેતરનો સોદો કર્યા બાદ તે પેટે મળેલી ૧.૪૦ કરોડ રકમની ખુશી સહન ન થતા હૃદય રોગનો હુમલો આવતા મોત્ નીપજયું હતું.

Kutch: સાડા ત્રણ એકર ખેતરનો સોદો કર્યા બાદ મળેલી કરોડોની રકમનો ઉત્સાહ જીરવી ન શકાયો

Kutch: ગુજરાતમાં વર્તમાનમાં હૃદય, રોગના હુમલાથી મોતના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે કચ્છમાં વિપરિત ઘટના ઘટી હતી. કચ્છના ખાવડા ગામના દિનારા ગામના ખેડૂત હુસેન મામદે બાંધા કેમ્પ પાસે આવેલ પોતાની માલિકીની જમીન વેંચી હતી.

સાડા ત્રણ એકર જમીનનો તેમને એક કરોડ ૪૦ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. જે સોદા પેટેની રકમ તેમને ગુરૂવારે ચુકવાઈ હતી. રૂપિયા એક કરોડ ચાલીસ લાખ ચુકવાતા ખેડૂતને ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. જેની ખુશીમાં ગત મોડી રાત્રે હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજયું હતું. ખાવડા નજીકના દિનારા ગામના ખેડૂતને મળેલી કરોડોની રકમનો હરખ સહન ન થતા હૃદય બેસી ગયું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં કલ્પાંત ફરી વળ્યો હતો.