ahmedabad: દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં લૂંટ કે ચોરીની ઘટનાઓ ન બને તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં બેંક, એટીએમ, બુલિયન માર્કેટ અને આંગડિયા પેઢી પર પોલીસને ખાનગીમાં વોચ રાખવા માટે સુચના આપવામા આવી છે. તેમજ પોલીસ કમિશનર કચેરી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના સીસીટીવી નેટવર્કની મદદથી નજર રાખવામાં આવી રહી છે.
ahmedabad: કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી શહેરના દરેક વિસ્તારોમાં સીસીટીવી દ્વારા વોચ રખાશેઃ પેટ્રોલિંગમાં વધારો
આગામી દિવાળીના તહેવારના અનુસંધાનમાં ahmedabad શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ અંગે માહિતી આપતા ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું હતું કે શહેરના તમામ બુલિયન માર્કેટ, જવેલરી શોપ, આંગડિયા પેઢી અને બેંક તેમજ સડોવાયેલા આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. સાથે સાથે કેટલાંક લોકો સામે અટકાયતી પગલા પણ ભરવામાં આવ્યા છે. આ ઉપરાંત, !
દિવાળીના તહેવારને લઈને પોલીસનો એક્શન પ્લાન
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી શહેરના સીસીટીવી નેટવર્કની મદદથી સર્વલન્સ રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશન, એસ ટી સ્ટેશન તેમજ ભીડભાડ વાળા સ્થળો પર પણ ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. તહેવારો દરમિયાન સોસાયટી તેમજ એપાર્ટમેન્ટમાં ચોરીના બનાવો બનતા હોવાથી સોસાયટીના ચેરમેન-સેક્રેટરી સાથે સ્થાનિક પોલીસ સાથે મીંટીગ યોજીને સોસાયટીના તમામ સીસીટીવી ચાલુ સ્થિતિમાં છે કે નહી તે ? તે તપાસ કરવા માટે સુચના અપાઈ હતી.