અમદાવાદ, Gujaratમાં વડોદરા નજીક બનેલી સ્કૂલ પ્રવાસની ગોઝારી ઘટના એવી હરણી બોટ કાંડના ૯ મહિના બાદ અંતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ પ્રવાસ માટેની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.જે મુજબ હવે રાજ્ય બહારનો પ્રવાસ સ્કૂલે ગોઠવવો હશે તો કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની મંજૂરી ફરજીયાત લેવી પડશે. ઉપરાંત સ્કૂલે પ્રવાસના ૧૫ દિવસ પહેલા આરટીઓ કચેરી અને પોલીસને પણ ફરજીયાત જાણ કરવી પડશે.
Gujarat: સ્કૂલે પ્રવાસના ૧૫ દિવસ પહેલાં આરટીઓ કચેરી અને પોલીસને પણ ફરજિયાત જાણ કરવી પડશે
હરણી બોટ કાંડની ઘટનામાં, Gujarat હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે થોડા મહિના પહેલા સ્કૂલ પ્રવાસ પર પ્રતિબંધ મુકીને જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી પ્રવાસ ન યોજવા ઠરાવ કર્યો હતો.દરમિયાન શૈક્ષણિક સત્ર પુરુ થવા | આવ્યુ ત્યારે અંતે આજે શિક્ષણ વિભાગે સ્કૂલ પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.જે મુજબ સ્કૂલે પ્રવાસ માટે આચાર્યની અધ્યક્ષતામાં વાલી પ્રતિનિધિ સહિત સમિતિ રચવાની રહેશે. રાજ્યની અંદરનો પ્રવાસ હોય તો જે તે ડીઈઓ અથવા ડીપીઓ કે શાસનાધિકારીની લેખિત મંજૂરી લેવાની રહેશે અને જો રાજ્ય બહારનો પ્રવાસ હશે તો કમિશનર ઓફ સ્કૂલ(૯થી૧૨) અથવા પ્રાથમિક શિક્ષણ નિયામક(ધો.૧થી૮)ની મંજૂરી લેવી પડશે.જો વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગને ૧૫ દિવસ પહેલા તમામ વિગતો સાથે જાણ કરવાની રહેશે.જ
વાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના કન્વીનર તરીકે નિમવા પડશે. વાાલીઓ સાથે બેઠક યોજી તેઓની સંમંતિ લેવાની રહેશે.પ્રવાસ મરજીયાત રહેશે-વિદ્યાર્થીને ફરજ નહીં પાડી શકાય. પ્રવાસમાં ૧૫ વિદ્યાર્થી દીઠ ઓછામા ઓછા ૧ શિક્ષક રાખવાના રહેશે. બિમાર વિદ્યાર્થીને નહીં લઈ જઈ શકાય.પ્રવાસના વાહનમાં જીપીએસ ટ્રેકિંગ સીસ્ટમ રાખવી પડશે.પ્રવાસમાં જળાશયો કે બોટિંગ- રાઈડિંગ બને ત્યાં સુધી ટાળવા.પરંતુ છતાં જો કરાવવામા આવે તો બોટમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીને બેસાડવા નહીં અને લાઈફજેકેટ રાખવા.સ્કૂલે પ્રવાસના નાણાકીય હિસાબો સ્પષ્ટ અને પારદર્શક રાખવા પડશે.