Morbiના હાર્દ સમાં રહેણાંક અને વાણિજ્યક વિસ્તાર એટલે મંગલ ભુવન એરિયામાં કલેકટર બંગલા સામે નાગર પ્લોટ વિસ્તારમાં ગટર ઉભરાવવાની વધી જૂની સમસ્યા છે. લાંબા સમયથી અહીંયા વારંવાર ગટર ઉભરાય છે. ગટરની ગંદકી બેસુમાર ફેલાય છે. આ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે. ગટરની ગંદકીથી વેપારીઓના વ્યાપાર ધંધા ઉપર માઠી અસર થાય છે.
Morbi: બારેમાસ ગંદા પાણીની રેલમછેલથી સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ
અગાઉ જિલ્લા કલેકટર અહીં રહેતા હતા, ત્યારે પણ તંત્ર કલેકટર પણ ગાંઠતું ન હતું. હવે તો કલેકટરને નિવાસસ્થાન બદલાઇ ગયું છે, એટલે હવે કલેકટર અહીં રહેતા ન હોય તંત્રને લાપરવાહી દાખવવા મોકળું મેદાન મળી ગયું છે. આ ગટરની સમસ્યા અંગે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે. તાજેતરમાં પણ વેપારીઓએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.
અનેક વખત રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન
પણ તંત્ર કોઈ દાદ આપતું જ નથી. ગટરના ગંદા પાણી આ વિસ્તારમાં એટલી હદે વહે છે કે વગર વરસાદે બારેમાસ ગંદા પાણીની રેલમછેલ સાથે ચોમાસા જેવી સ્થિતિ રહે છે. દુકાનોની સાથે રહેણાંક | વિસ્તાર હોવાથી ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ વધ્યું છે. આથી તંત્ર આ વિસ્તારમાં વહેલી તકે ગટરની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે.