આજના વ્યસ્ત જીવનમાં એન્ઝાઇટી અને તણાવ સામાન્ય સમસ્યા બની ગઈ છે.
આ સમસ્યાઓનો સામનો કરવા માટે ઘણા લોકો દવાઓનો સહારો લે છે
પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફૂડ્સ પણ તમને આ સમસ્યાઓથી રાહત આપી શકે છે.
આ ફૂડ્સમાં એવા તત્વો હોય છે જે મૂડને સુધારવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
બદામમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. આ સિવાય બદામમાં વિટામિન E પણ હોય છે, જે મગજના સ્વાસ્થ્ય માટે સારું છે.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે મૂડને સુધારવામાં મદદ કરે છે.
દહીંમાં પ્રોબાયોટીક્સ મળી આવે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે મૂડને સુધારવામાં પણ મદદ કરે છે.