BRICS summit 2024 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાનમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ સમિટ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન હૂંફ અને હાસ્ય વચ્ચે બંને નેતાઓએ એકબીજાના ખબર-અંતર પૂછ્યા. ભારત-યુએઈ સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો શેર કરી હતી