Talala પંથકમાં આજે જે પણ મુશળધાર એકથી દોઢ ઈંચ વરસાદથી આખો પંથક પાણી…પાણી થઈ ગયો હતો. અવિરત વરસાદથી મગફળી, સોયાબીન વિગેરે ખરીફ પાકને અકલ્પનીય નુકસાન થવાથી ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે.
આંકોલવાડી, બોરવાવ, વાડલા ગીર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા, ખેતીપાકને નુકસાનથી ખેડૂતો ચિંતાતૂર
Talala શહેર સહિત તાલુકાના આંકોલવાડી ગીર, બોરવાવ ગીર, વાડલા ગીર, સાંગોદ્રા ગીર, ધાવા ગીર, માધુપુર ગીર સહિત મોટાભાગના ગામોમાં બપોર બાદ એકથી દોઢ ઈંચ મુશળધાર વરસાદથી આખો પંથક પાણી પાણી થઈ ગયો હતો. અવિરત વરસાદથી તાલાલા પંથકમાં મગફળી, સોયાબીન વિગેરે ખરીફ પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને અકલ્પનીય આર્થિક નુકસાન થતું હોય ચિંતામય બની ગયા છે. તાલાલા પંથકમાં દરરોજ આવતો | વરસાદ હવે ખમૈયા કરે તેવી ઠેરઠેર પ્રાર્થના થઈ રહી છે.