Gondal: રિબડા પોસ્ટ માસ્તરે એકાઉન્ટ ધારકોના રૂ.૩.૪૮ લાખ જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગ માટે પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉચાપત કરતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
Gondal: આવેલી રકમ પોસ્ટના સરકારી ખાતામાં જમા કરી હિસાબમાં રજુ કરવાને બદલે અન્ય ખાનગી બે ખાતામાં ટ્રાન્સફર કરી દીર્ધી પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં સૈનિક સોસાયટીમાં રહેતાં મૂળ જામનગરના વતની હસમુખભાઈભીખાભાઈડાભી (ઉ.વ.૫૦)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વત્સલ યોગેશ કારીયા(રહે.જોશીપરા, જૂનાગઢ)નું નામ આપતાં ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, નોકરી મેલ ઓવર્સિર તરીકે ફરજ બજાવતાં સુરેશગીરી બેચરગર ગીરીનામીએ રીબડા બ્રાંચ પોસ્ટ માસ્ટર દ્વારા મર્યાદા કરતા વધુ રોકડ રકમ હાથ ઉપર રાખવામાં આવેલ હોવાની જાણ તેઓએ રીબડા બ્રાંચ પોસ્ટ ઓફિસની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે માલુમ પડેલ કે, રિબડા બ્રાન્ચના પોસ્ટ માસ્તર વત્સલ કારિયાએ પોતાની ફરજપરઅનઅધિકૃત રીતે ગેરહાજર હતાં તેમજ જરૂરી કાયમી દફતરો નિભાવેલ ન હતા.
ત્યારબાદ Gondal હેડ પોસ્ટ ઓફીસ તથા રીબડા બ્રાન્ચમાં વધુ તપાસ હાથ ધરતા ધ્યાનમાં આવેલકે, આબીપીએમએતા.૦૮ ૧૧-૨૩થી ૧૯-૧૧-૨૩ ના સમય દરમ્યાન તેમને પોસ્ટ ખાતાં દ્વારા આપવામાં આવેલ રીબડા પોસ્ટ ઓફીસનું આરઆઈસીટી મોબાઈલ ડિવાઈસમાં બ્રાંચ પોસ્ટ માસ્તરે પોતાના જ પોસ્ટના બચત ખાતામાં તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના અન્ય એક ખાતાધારક ગીરીશ ચૌહાણના ખાતામાં વિવિધ તારીખોમાં રકમ જમા કરેલ હતા અને જમા રકમ જેતેદિવસે રીબડા પોસ્ટ ઓફીસના સરકારી રેકોર્ડમાં કે ડેઈલી એકાઉટમાં જમા નહિ કરી રકમ પોતાના બચત બેંક ખાતામાંથી પોતાના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકના ખાતામાં અને ગીરીશ ચૌહાણન બેંકના ખાતામાંથી તેમના બેંક ખાતામાં જમાં રકમ ટ્રાન્સફર કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. આમ રૂા.૩,૪૮,૮૦૦ની ઉચાપત કરી હતી. જો કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરતા ઉચાપત કરેલ રકમ પોસ્ટ માસ્તરે પરત ભરી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું હતું.