અમદાવાદ, બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના CGST કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરથી વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. હવે આ કૌભાંડમાં કુલ ધરપકડનો આંક ૧૮ ઉપર પહોંચ્યો છે.

ડીજીજીઆઈએ પકડેલા ૨૦૦ કરોડના કૌભાંડના એપી સેન્ટર તરીકે ભાવનગર સપાટી ઉપર આવ્યું

ડીજીજીઆઈએ ૨૦૦ કરોડનું | CGST કૌભાંડ પકડીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે અમદાવાદ, જુનાગઢ, સુરત, ભાવનગર અને ખેડામાં વ્યાપક દરોડા પડાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૩ આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરાઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરના આદિલ કાદરભાઈ ખોખર ઉ.વ.૩૦, કાદર ઉર્ફે નાવડી રફીકભાઈ ખોખર ઉ.વ.૩૨, અકીલ અનુભાઈ પઠાણ ઉ.વ.૨૪, શાહરુખ રફીકભાઇ રંગરેજ, ઉ.વ.૩૦ અને સરફરાજભાઈ મુસ્તુફાભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ની ધરપકડ કરી છે. ડ્રાઈવીંગ, ખાનગી નોકરી અને નાનો ધંધો કરતાં આરોપીઓ રાજ્યવ્યાપી સીજીએસટી કૌભાંડનો હિસ્સો બન્યાં હતાં