Vadodara, સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં છેલ્લા ૧૦ દિવસમાં એક્સ-રે મશીન ખરાબ થઈ જતા દર્દીઓને એક્સ-રે પડાવવા માટે અન્ય સ્થળે એટલે કે, ૨૪ નંબરની ઓપીડીમાં જવાનો વારો આવી રહ્યો છે.

Vadodara: દર્દીઓને એક્સ-રે પડાવવા માટે ૨૪ નંબરના ઓ.પી.ડી. વિભાગમાં જવું પડે છે

એસ.એસ.જી. હોસ્પિટલમાં ૨૯ વર્ષ અગાઉ એક્સ-રે મશીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. આટલા વર્ષમાં ઘણીવાર આ એક્સ-રે મશીન બગડ્યું અને રિપેર થયું હતું. પરંતુ, હવે સ્પેર પાર્ટ્સ મળતા નહીં હોવાથી તેને રિપેર કરી શકાતું નથી. ૧૦ દિવસથી મશીન બગડી જતા બંધ હાલતમાં છે. સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં આ એક્સ-રે મશીન પર રોજ ૫૦૦થી વધુ દર્દીઓના એક્સ-રે પાડવામાં આવતા હતા.

પરંતુ, આ મશીન બંધ પડી જતા તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા દર્દીઓને એક્સ-રે પડાવવા માટે ૨૪ નંબરના ઓ.પી.ડી. વિભાગમાં જવું પડે છે. ત્યાં દર્દીઓની લાંબી લાઈન હોવાથી | કલાકો સુધી રાહ જોવી પડે છે.