Morbi તાલુકા પોલીસ મથકનાં હદ વિસ્તારમાંથી કોપર વાયરની ચોરી કરનાર પાંચ ઈસમોને ઝડપી લઈને પોલીસે ૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અન્ય સાત ચોરીની પણ કબુલાત આપી છે. ગોર ખીજડીયાનાં કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.

છ મહિનામાં સાત સ્થળે વાયરચોરીની કબૂલાત

Morbi તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સીએનજી રીક્ષા જીજે ૦૩ એડબલ્યુ ૭૦૨૧ વાળી ચોરી કરેલ કોપર વાયર ભરી તે ઘૂટું રોડ પરથી નીકળવાની હોવાની તેવી બાતમી મળતા વોચ ગોઠવી હતી. એ સમયે રીક્ષા પસાર થતા ચેક કરતા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કોપર વાયરનો જથ્થો અને ઓટો રીક્ષા સહીત કુલ રૂ ૧.૯૦ લાખનો મુદામાલ જપ્ત કયી છે.

પોલીસે આરોપી રીક્ષાચાલક જીતેન્દ્ર જીવાભાઈ પરમાર, વિક્રમ કૈલાશઅંબલીયાર, અમજદ ફકીરમહંમદ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા અને વીરેન વિજય રાઠોડ એમ પાંચને ઝડપી લઈને ૧૮૦ કિલો | કોપર/ઈલેક્ટ્રિક વાયર કીમત રૂ. ૯૦,000 સીએનજી રીક્ષા કીંમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ૧.૯૦ લાખનો મુદામાલ જપ્ત કયી છે તો ચોરીનો માલ રાખનાર ગુલામ જુસબ ખોલુરાનો નામ ખુલવા પામ્યું છે. આ આરોપીઓએ ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ કારખાનામાંથી કોપર વાયર ચોરી કર્યો હોવાનાં ભેદ ઉકેલવામાં આવ્યો છે. તે ઉપરાંત આરોપીઓએ છ માસના સમયમાં ૭ સ્થળોએથી કોપર વાયર ચોરી | કર્યાની કબૂલાત આપી છે. જેથી મોરબી | તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.